મોરબી : માળીયા મિયાણા તાલુકાના કાજેડા ગામે રહેતા ફરિયાદી અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા ઉ.35ના ભત્રીજા સાથે અગાઉ બોલાચાલી થયાનો ખાર રાખી આરોપી અસગર રમઝાનભાઈ મોવર, આબીદ રમઝાનભાઈ મોવર અને આરોપી આર્યન રહે.ત્રણેય કાજેડા વાળાઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.