લાભાર્થીઓએ આધારકાર્ડ અને મોબાઈલ સાથે રૂબરૂ હાજર રહેવા મામલતદારની અપીલમોરબી: મોરબી શહેર વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત સહાય મેળવતા લાભાર્થીઓ માટે આવતીકાલે તારીખ 3/6/2026 ને બુધવારના રોજ હયાતીની ખરાઈ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી નિયમ મુજબ દર વર્ષે જુલાઈ માસમાં સહાય મેળવતા લાભાર્થીઓની હૈયાતીની ખરાઈ કરવાની રહે છે. જેના ભાગરૂપે મોરબી શહેર મામલતદાર કચેરી દ્વારા લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.• તારીખ અને વાર: 03/06/2026, બુધવાર• સ્થળ: બુનિયાદી કન્યા શાળા, મણી મંદિર પાછળ, વી.સી. ફાટકની સામે, મોરબી• સમય: સવારે 09:00 થી 2:00 કલાક તથા સાંજે 3:00 થી 5:00 કલાક દરમ્યાન • જરૂરી આધારો: આધારકાર્ડની નકલ તથા મોબાઈલલાભાર્થીઓએ ઉપરોક્ત સમયે અને સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની હૈયાતીની ખરાઈ કરાવી લેવા મામલતદાર, મોરબીની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #NiradharVrudhSahay #GangaSwarupaSahay #MorbiNews #MamlatdarOfficeMorbi