માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને સ્વયં સ્વસ્થ બનો અભિયાન દ્વારા 5 થી 14 જૂન દરમિયાન પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશેમોરબી : મોરબીની સ્વાસ્થ્યપ્રેમી જનતા માટે મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ખાતે આવેલ યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી (નવજીવન વિદ્યાલયની બાજુમાં) ખાતે આગામી તારીખ 5 જૂન 2026 થી 14 જૂન 2026 સુધી નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 10 દિવસીય શિબિર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી તથા સ્વયં સ્વસ્થ બનો અભિયાન-ભારતના સંયુક્ત ઉપક્રમે રોજ વહેલી સવારે 6.00 વાગ્યે યોજાશે.સાંપ્રત સમયમાં લોકો બેઠાડું જીવન અને કામના સતત માનસિક તણાવને કારણે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત જોવા મળે છે. ત્યારે 'સ્વસ્થ રહો, જાગૃત રહો' ના મંત્ર સાથે સ્વસ્થ સમાજ નિર્માણમાં સહભાગી થવા અને સમાજ તેમજ રાષ્ટ્રને શારીરિક-માનસિક રીતે તંદુરસ્ત રાખવાના શુભ આશયથી આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિરમાં જાણીતા યોગ માર્ગદર્શક ડૉ. ગીતાબેન જૈન અને વિશેષ સહયોગી દીપકભાઈ જાની દ્વારા યોગ અને પ્રાણાયામ સંપૂર્ણ સિસ્ટમેટિક રીતે શીખવવામાં આવશે. આ વિવિધ યોગાસનો રોજબરોજ કરવાથી સાંધાની જકડન દૂર થાય છે અને શરીર લચીલું બને છે.તન અને મનને તંદુરસ્ત રાખવા માટે મોરબીના નગરજનોને આ યોગ શિબિરમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવાનો હોવાથી, જોડાવા ઈચ્છુક સાધકોએ સત્વરે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નામ નોંધવા માટે મોબાઈલ નંબર 8200396799 અથવા 08866590300 પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #YogaCamp #HealthAndWellness #MatrubhumiVandanaTrust #MorbiNews #Gujarat #YogaAwareness