મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર કે.કે.સ્ટીલ સામેની શેરીમાં ગત તા.30ના રોજ ફરિયાદી દિવ્યરાજ કિરણભાઈ સનારીયા ઉ.22 રહે.રવાપર રોડ, કાલિકા પ્લોટ વાળા સાથે આરોપી ભાવેશ દેવકરણભાઈ સાવરિયા રહે.રાજપર ગામ વાળાએ જુના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે કમરના ભાગે તેમજ સાથળના ભાગે ઇજાઓ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીના બાઇકમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.