હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બે અલગ અલગ દરોડામાં શહેરના વજેરીવાસ અને ટિકરથી અજિતગઢ જવાના રસ્તેથી વિદેશી દારૂ અને બિયર સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં હળવદ પોલીસે વજેરીવાસ વિસ્તારમાં દરોડો પાડી આરોપી માનવ અશોકભાઈ મિયાત્રા રહે.સરા નાકા વાળાને વિદેશી દારૂના 7 ચપલા કિંમત રૂપિયા 875 તેમજ બિયરના 12 ટીન કિંમત રૂપિયા 1500 મળી કુલ રૂપિયા 2375ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે ટિકરથી અજિતગઢ જવાના રસ્તે જીજે - 36 -એએફ - 9407 નંબરની આઈ ટેન કારને અટકાવી તલાશી લેતા આરોપી જયદીપ હરિભાઈ ડાંગર રહે.અજિતગઢ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂપિયા 500 મળી આવતા પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.