મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની સરકારી હોસ્પિટલ પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી ઇકબાલ હારુનભાઈ કટિયા અને આરોપી શિવાભાઈ સુરજભાઈ પરસુંડાને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.