138 વાળા માવાના ભાવ વધારીને રૂ.25 કરાયા : સોપારી, તમાકુ અને કાચા માલના મોંઘવારીના પગલે વેપારીઓનો નિર્ણય મોરબી : મોરબીમાં પાન, માવા અને મસાલાના શોખીનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરા પાન, સોપારી, તમાકુ, પાનના મસાલા સહિત મીઠા પાન તેમજ તમાકુવાળા પાન-માવામાં વપરાતી તમામ ચીજવસ્તુઓમાં અવારનવાર થતા ભાવ વધારાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વર્તમાન સમયમાં મોરબીમાં પાનના વેપારીઓ માટે ધંધો કરવો મુશ્કેલ બનતા અંતે મોરબીના સર્વે રીટેઇલ પાનવાળા વેપારી ભાઈઓના એસોસિએશન દ્વારા સર્વાનુમતે પાન અને માવાના ભાવમાં સામુહિક વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. એસોસિએશન દ્વારા પાન-માવાના ભાવમાં રૂ. 5 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો તારીખ 1 જૂન 2026 થી અમલમાં આવી ગયો છે.જુઓ પાન-માવાના નવા ભાવનું લિસ્ટ:● કપુરી / બંગલો / ખાલી ચૂનો પળો કાચી પાન / માવો: રૂ. 20● કપુરી / બંગલો / બનારસી સાદુ પાન / માવો: રૂ. 20● બાગબાન 138 પાન / માવો: રૂ. 25● કપુરી મસાલા પાન માવો: રૂ. 25● મીઠી સાદુ પાન: રૂ. 30● 300 પાન / માવો: રૂ. 30● 120 પાન / માવો: રૂ. 35● મીઠી મસાલા પાન: રૂ. 35#Morbi #MorbiUpdate #PanMasaala #PriceHike #MorbiPanAssociation #GujaratNews #PanMavo #BusinessNews