મેન્સ સિંગલ્સમાં મિહિર ગોસાઈ અને વુમન્સ સિંગલ્સમાં ક્રિષ્ના પરમાર પ્રથમ ક્રમે વિજેતા: 11 થી 78 વર્ષના 50 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધોમોરબી : ફ્રેન્ડ્સ ટેબલ ટેનિસ ગ્રુપ મોરબી દ્વારા ક્રિષ્ના ચેમ્બર, ચકિયા હનુમાન મંદિર પાસે ઓપન મોરબી મેન્સ સિંગલ્સ અને વુમન્સ સિંગલ્સ એમ બે વિભાગમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 50 જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં 11 વર્ષથી લઈને 78 વર્ષની ઉંમરના ટેબલ ટેનિસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લઈ પ્રતિયોગિતાને ખૂબ જ રસપ્રદ બનાવી હતી. જેમાં એમ.ડી. તથા એમ.એસ. ડોક્ટરો, એડવોકેટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેલાડીઓએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સમાં મિહિર ગોસાઈ પ્રથમ, શક્તિસિંહ જાડેજા દ્વિતીય તથા વિસ્મય ત્રિવેદી તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે વુમન્સ સિંગલ્સમાં ક્રિષ્ના પરમાર પ્રથમ અને બંસી કુંડારિયા દ્વિતીય વિજેતા બન્યા હતા. તમામ વિજેતા ખેલાડીઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ફ્રેન્ડ્સ ટેબલ ટેનિસ ગ્રુપ મોરબીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #TableTennis #SportsNews #MorbiSports #TableTennisTournament #FriendsGroupMorbi