કબીર ટેકરી વિસ્તારમાં એ ડિવિઝન પોલીસની કાર્યવાહી, રૂ.4500 રોકડા સહિત રૂ.9500નો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કબીર ટેકરી વિસ્તારમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને ગુરુ ઓનલાઈન એપ પર સટ્ટો રમતા ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ ખોલાવી ફરાર દર્શાવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કબીર ટેકરી શેરી નંબર 8મા એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી અસગર અબ્દુલભાઇ ચાનીયા રહે.કબીર ટેકરી વાળાને મોબાઈલ ફોનમાં ગુરૂ એપ્લિકેશન મારફતે ગુજરાત ટાઈટન અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે ચાલતી આઇપીએલ ફાઇનલ ક્રિકેટ મેચમાં રણફેરના સોદા લખતા ઝડપી લીધો હતો.પોલીસે આરોપી અસગર પાસેથી રોકડા રૂ.4500 તેમજ એક રૂ.5000 હજારની કિંમતનો મોબાઈલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા મોરબીના વાઘપરામાં રહેતા આરોપી કાનજીભાઈ કોટેચા તેમજ અન્ય એક મોબાઈલ ધારકનું નામ ખુલતાએ પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.