હાઇવે પર પેસેન્જરો માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવા, નડતરરૂપ પાર્કિંગ ન કરવા અને શંકાસ્પદ રિક્ષાચાલકોની જાણ પોલીસને કરવા અપાઈ કડક સૂચનામોરબી: મોરબીમાં રોડ સેફટી અંતર્ગત કલેકટર તથા પોલીસ અધિક્ષકની સૂચનાઓ અનુસાર, આજ રોજ મોરબી શહેર તેમજ હાઈવે પર પેસેન્જર ભરીને અવર-જવર કરતા અલગ અલગ પોઇન્ટના રીક્ષાચાલકોને રૂબરૂ બોલાવીને એક મહત્વની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકોને આપેલી મુખ્ય સૂચનાઓ નીચે મુજબ છે:• હાઈવે પર સાવચેતી: હાઇવે ઉપર પેસેન્જરોને બેસાડતી અને ઉતારતી વખતે રીક્ષા ફરજિયાતપણે સર્વિસ રોડ પર જ ઉભી રાખવી, જેથી હાઈવે પર અકસ્માતના બનાવો બનતા અટકાવી શકાય.• યોગ્ય પાર્કિંગ: ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે વ્યવસ્થિત પાર્કિંગ કરવું અને બિનજરૂરી પાર્કિંગ કરવાથી બચવું.• પોલીસને ત્વરિત જાણ: કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે જિલ્લા બહારના કોઈ શંકાસ્પદ રિક્ષાવાળાઓ શહેરમાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવે તો, સત્વરે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.#Morbi #MorbiUpdate #RoadSafety #TrafficPolice #MorbiTraffic #AutoRickshaw #TrafficRules #MorbiNews #SafetyFirst