16 માસથી સળંગ 125 અઠ્ઠમના વર્ષીતપની પૂર્ણાહુતિ નિમિત્તે 4 દિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી: વિજેતા કુમારીજીને અપાઈ 'તપ તેજસ્વિનીજી'ની પદવીમોરબી : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી અને ડો. નિરંજન મુનિજી આદિ ઠાણાની નિશ્રામાં સોની બજાર સ્થા. જૈન સંઘ મોરબીના આંગણે 31 મે, જેઠ સુદ પૂનમનો દિવસ ઐતિહાસિક બની ગયો છે.'તપ તેજસ્વિનીજી' પદવી પ્રદાન અને રસપાનછેલ્લા 16 માસથી સળંગ 125 અઠ્ઠમના વર્ષીતપ કરનાર તપસ્વિની વિજેતા કુમારીજીને 'તપ તેજસ્વિનીજી' ની વિશેષ પદવી આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. વિજેતાજી આર્યાજીએ અત્યાર સુધીમાં સિદ્ધિ તપ, 16 ભથ્થું, નવાઈ, અઠ્ઠાઈ, ઉપવાસ, એકાસણું અને આયંબિલ જેવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી હોવાથી તેમને આ ખાસ પદવી અર્પણ કરાઈ હતી.વિજેતાજી આર્યાજીને રસપાન કરાવવાની ઉછામણીમાં પ્રથમ લાભ તેમના સંસારી માતુશ્રી ભદ્રાબેન પ્રાણલાલ શેઠ પરિવાર (મલાડ-ધંધુકા વાળા) દ્વારા લેવામાં આવ્યો હતો. આ સાથે આરતી કુમારી આર્યાજીને પણ રસપાન કરાવી સન્માનિત કરાયા હતા.મહાનુભાવોની ઉપસ્થિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોઆ ઐતિહાસિક પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર તથા અન્ય મહાનુભાવો, અનેક સંઘોના પ્રતિનિધિઓ પ્રદીપભાઈ વોરા, દીપકભાઈ મહેતા (રીકોન), ગોવિંદભાઈ વરમોરા, સમીરભાઈ મહેતા તેમજ બહારગામથી અનેક મહેમાનો ખાસ પધાર્યા હતા. 4 દિવસથી ચાલતા આ તપોત્સવ, પદોત્સવ, રસોત્સવ અને ચારિત્રોત્સવમાં મંડળની બહેનો અને નાના બાળકો-બાલિકાઓ દ્વારા સુંદર ભક્તિ અભિવાદન નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આજ્ઞા પત્રિકા અને સન્માનઆ પ્રસંગે મુમુક્ષુ ભાવનાબેન અજમેરા (પૂના વાળા)ની દીક્ષાર્થી તરીકે તાલીમ લેવાની 'આજ્ઞા પત્રિકા' પણ થઈ હતી. મોરબી આસપાસના વિહાર ધામના સેવાર્થીઓનું સંઘ તરફથી ખાસ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં તરલા કુમારી આર્યાજી, આરાધનાજી આર્યાજી, ધૃતિ કુમારી આર્યાજી, કોમલજી આર્યાજી (બંને), ભદ્રતાજી અને ધીરતાજી આર્યાજી આદિ કુલ 28 ઠાણા ઉપસ્થિત રહ્યા હતા.સ્થા. જૈન સંઘ સોની બજાર મોરબીના પદાધિકારીઓ પ્રમુખ નવીનભાઈ દોશી, અશોકભાઈ, યોગેશભાઈ, કેતનભાઈ, ઊર્મિલાબેન તેમજ મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટી હસમુખ દોશીએ આ વિગતો અનુમોદના સાથે પ્રસ્તુત કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #JainSanghMorbi #Tapasya #HistoricEvent #SoniBazarMorbi