વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ચંદ્રપુર ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અજમલભાઇ મામદભાઇ પીંડાર, રફીકભાઇ ઉસ્માનભાઇ બાદી, મયુદીનભાઇ અબ્દુલભાઇ પીંડાર, જુનેજભાઇ અમીભાઇ પીંડાર અને ઇસ્માઇલભાઇ અલીભાઇ કડીવાર, રહે. તમામ ચંદ્રપુર વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.