જરૂરિયાતમંદ દર્દીઓને ઓર્થોપેડીક પલંગ, વ્હીલચેર સહિતના સાધનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશેમોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં સેવા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - રાજકોટની મોરબી શાખા દ્વારા નિઃશુલ્ક મેડિકલ સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને સ્વાસ્થ્ય સુવિધામાં મદદરૂપ થવાનો છે. આ સહાય કેન્દ્રમાં દર્દીઓને ઓર્થોપેડીક પલંગ, ગાદલું, વોકર, વ્હીલચેર વગેરે જેવા જરૂરી મેડિકલ સાધનો વિનામૂલ્યે વાપરવા માટે મળી રહેશે.સ્થળ અને સમયઆ કેન્દ્ર માધાપર શેરી નં.-18 ના નાકે, હનુમાનજી મંદિર પાસે, મોરબી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. દર્દીઓના પરિજનો રાત્રે 09:00 થી 10:30 વાગ્યા સુધી અહીંથી સાધનો મેળવી શકશે.સંપર્ક માહિતીવધુ માહિતી અથવા સાધનોની જરૂરિયાત માટે નીચે મુજબના સંચાલકોનો સંપર્ક કરી શકાશે.• ડાભી ગોવિંદભાઈ વશરામભાઈ - 9664723140• ચાવડા ગોપાલભાઈ ધીરજલાલ - 9687552449• ડાભી કિશનભાઈ રમેશભાઈ - 9725762492• ધમાણી વજીરભાઈ શેરઅલી - 9727231426#Morbi #MorbiNews #MorbiUpdate #MedicalHelp #SocialService #FreeMedicalEquipment #SevaBharati #Madhapar