પૂર્વ કાઉન્સિલરની મેયર અને કમિશનરને રજૂઆતમોરબી: મોરબી સામાકાંઠે આવેલા વોર્ડ નંબર 5 ના જુદા જુદા વિસ્તારોમાં ઘણા જુના વિકાસના કામો હજુ બાકી છે. આગામી સમયમાં ચોમાસુ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે લોકોને પડનારી સંભવિત હાલાકીને ધ્યાનમાં રાખીને ચોમાસા પહેલા આ તમામ કામો સત્વરે ચાલુ કરવા માટે પૂર્વ કાઉન્સિલર દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહીયા તથા પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે નવા વિસ્તાર પોટરી ફાટકથી ભડીયાદ જવાના રસ્તે રોડ બનાવવાનું કામ, જીવરાજ પાર્ક અને બૌદ્ધનગરમાં રોડ બનાવવાના તેમજ ભૂગર્ભ ગટરના જે કામો બાકી છે, ત્યાં સર્વે કરી તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત, સો-ઓરડી વેલનાથ ચોકથી નેશનલ હાઇવે સુધી, પોટરી શાળાથી અંબિકા ચોક સુધી તેમજ ચક્કર વાળો રોડ અને જવાહર સોસાયટી સહિત વોર્ડ નંબર 5 ના તમામ વિસ્તારોમાં વિકાસના કામો વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Morbi #WardNo5 #DevelopmentWork #PreMonsoonWork #MorbiMunicipalCorporation #GujaratNews