આસોપાલવ સોસાયટીમાં મનોજભાઈ દેત્રોજાની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજનમોરબી : મોરબીના બોનીપાર્ક પાછળ આવેલી આસોપાલવ સોસાયટીમાં વક્તા રાજુબાપુના વ્યાસાસને શિવકથા ચાલી રહી છે. આ કથા દરમિયાન યજમાન મનોજભાઈ દેત્રોજાની પ્રેરણાથી અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી 1 જૂનના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કરીને ધર્મકાર્યની સાથે સાથે માનવસેવાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે મનોજભાઈ દેત્રોજા, વિપુલભાઈ કલોલા, સમગ્ર દેત્રોજા પરિવાર અને આસોપાલવ સોસાયટીના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને જરૂરી સહકાર આપ્યો હતો.રક્તદાનના આ ભગીરથ કાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા દ્વારા આયોજકો, તમામ 45 રક્તદાતાઓ તેમજ દેત્રોજા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #BloodDonationCamp #ShivKatha #Humanity #MorbiNews #SanskarBloodCenter #BloodDonation