દર વર્ષે રવિ સીઝનમાં એટલે કે શિયાળામાં કેનાલની સફાઈ થતી હોવાની અધિકારીની સ્પષ્ટતામોરબી : મોરબીના મચ્છુ 2 ડેમની બગથળા ગામની કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હોવાની ગ્રામજનોએ ફરિયાદ ઉઠાવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલમાં કચરો અને ઘાસ એટલી હદે ઊગી નીકળ્યા છે કે પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને કેનાલ બ્લોક થઈ ગઈ છે. આ બાબતે તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન થતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.આ આક્ષેપો અંગે મોરબી અપડેટ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારી રુષિતભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા કેનાલની સાફ-સફાઈ વર્ષમાં એક વાર રવિ સીઝનમાં (શિયાળામાં) જ કરવામાં આવે છે. વર્તમાન પ્રિ-ખરીફ સીઝનમાં સફાઈનું કોઈ આયોજન કે જોગવાઈ હોતી નથી. કેનાલમાં કચરાના પ્રશ્ન પર જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યા માટે અમુક અંશે ખેડૂતો પણ જવાબદાર છે. ખેડૂતો પાકની લણણી કર્યા બાદ ખેતરનો વધેલો કચરો અને સાંઠીકડા સીધા કેનાલમાં નાખી દે છે. તંત્ર કે સરકાર આ કચરો નાખવા આવતી નથી, પરંતુ ખેડૂતો જ તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે કેનાલનો ઉપયોગ કરે છે.#Morbi #MorbiUpdate #Bagathala #Macchu2Dam #FarmersIssue #CanalCleaning #MorbiNews #GujaratNews