વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર વાંકાનેર શહેરના નવાપરા કટ્ટ પાસે ગત તા.25ના રોજ રાત્રીના સમયે મિત્ર સાથે જીજે - 03 - સીએચ - 3476 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી અમિતભાઇ પુનમભાઈ પરમાર રહે. મિલ પ્લોટ, વાંકાનેર વાળાને જીજે - 36 - એફ - 3838 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લેતા અમિતભાઈ તેમજ તેમના મિત્ર અનિલભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.