મોરબી : મોરબી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રામપીર મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જુનેદ હુસેનભાઈ કુરેશી રહે.કબીર ટેકરી, કાસમ હાજીભાઈ કુરેશી રહે.મતવા ચોક, યોગેશ મગનભાઈ વાઘાણી રહે.લાભનગર, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઇ અબાસણીયા રહે.વજેપર અને આરોપી અલ્પાબેન મનસુખભાઇ લાલવાણી રહે.કબીર ટેકરી મોરબી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.13,900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.