મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા સમાચારની અસર : ચોમાસા પહેલા રસ્તાના કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરા કરવા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને કડક સૂચનામોરબી : ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે લાતી પ્લોટમાં સમસ્યાઓ ઠેરની ઠેર છે. આ મામલે મોરબી અપડેટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી એક્શન મોડમાં આવ્યા છે. આજે 31 મે ના રોજ વહેલી સવારે તેઓએ ગ્રાઉન્ડ પર ઉતરી આવી લાતી પ્લોટ વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા તથા દંડક જયેશભાઈ દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રાઉન્ડ ઝીરો પર રસ્તાઓની સ્થિતિની સમીક્ષામેયર ઉત્તમભાઈ સુરાણી અને તેમની ટીમે લાતી પ્લોટ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રોડ-રસ્તાની વર્તમાન સ્થિતિનું ગ્રાઉન્ડ ઝીરો પર બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ચાલુ કામગીરી અને રોડની ગુણવત્તા અંગે તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કડક તાકીદઆગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મેયરે સ્થળ પર જ હાજર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી હતી કે, નિયત સમયમર્યાદામાં 100 ટકા કામગીરી થાય અને ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રસ્તાના તમામ કામો અત્યંત ગુણવત્તાયુક્ત રીતે પૂરા કરવામાં આવે. કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.મેયરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, લોકોને હાલાકી ન પડે અને વિકાસના કાર્યો ઝડપથી પૂરા થાય તે જ પ્રાથમિકતા છે. મોરબીના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે મહાનગરપાલિકાની આખી ટીમ કટિબદ્ધ છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ વિઝિટ અને લોકહિતના કાર્યોનું મોનિટરિંગ સતત ચાલુ રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #MorbiMayor #MonsoonPreparation #RoadWork #GujaratNews #Development