2015-16 ના એગ્રી સેન્સસ ડેટા મુજબ જિલ્લામાં નોંધાયેલ છે 1,45,528 ખેડૂતો : જિલ્લામાં 78 હજાર જેટલા ખેડૂતો મેળવે છે કિશાન સન્માન નિધીનો લાભમોરબી : ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રા વર્ષે ખેડૂતોને 2 હજારના ત્રણ હપ્તામાં રૂ.6000 કિશાન સન્માન નિધિ ચુકવવામાં આવે છે જે અન્વયે મોરબી જિલ્લામાં કિશાન સન્માન નિધીનો લાભ લેતા ખેડૂતોને 30 જૂન પહેલા ઇ - કેવાયસી કરાવી લેવા ખેતીવાડી વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2015 - 16 એગ્રી સેન્સસ મુજબ મોરબી જિલ્લામાં 1,45,528 ખેડૂતો નોંધાયેલ છે જે પૈકી 78 હજાર જેટલા ખેડૂતો સરકારના નીતિ નિયમ મુજબ દર વર્ષે કિશાન સન્માન નિધિ અંતર્ગત રૂ.6000ની ધનરાશીનો લાભ લેતા હોય ચાલુ વર્ષે પણ આ લાભ લેવા ઇચ્છતા હોય તો આગામી 30 જૂન પહેલા ઇ - કેવાયસી કરાવી લેવા ખેતીવાડી વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.હાલમાં મોરબી જિલ્લામાં 1,08,000 લાભાર્થીઓમાંથી 78,000 લોકો લાઈવ લાભાર્થીને કિશાન સન્માન નિધિના હપ્તા મળે છે બાકીના ખેડૂતોને આધાર સિડિંગ ન કરેલ હોય કે કેવાયસી ન કરેલ હોવાની સાથે ઇન્કમ ટેક્સ ભરતા હોવા ઉપરાંત લેન્ડ સિડિંગ વગેરે કેસો પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.સન્માન નિધિ માટે દર વર્ષે ખેડૂતોએ ઈ કેવાયસી કરવાનું ફરજિયાત કરાયું છે. જેમાં ખેડૂતો જાતે પીએમ કિસાન એપ મારફતે તેમજ ગ્રામ પંચાયતના વીસી, ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, તાલુકા કક્ષાએ કોમન સર્વિસ સેન્ટર પાસે કરાવી શકશે.જિલ્લામાં કિશાન સન્માન નિધિ મેળવતા ખેડૂતો તાલુકા મુજબહળવદ - 16,348માળીયા - 10,037મોરબી - 21,141ટંકારા - 11,302વાંકાનેર - 19,064કુલ - 77,892