ગેસ, ડીઝલ અને રો મટીરીયલના ભાવમાં અસહ્ય વધારાને પગલે પ્રોડક્શન ખર્ચ 40થી 50 ટકા વધ્યો : GVT ટાઇલ્સના ભાવમાં રૂ.5, વોલ ટાઇલ્સમાં રૂ.30 અને ફ્લોર ટાઇલ્સમાં રૂ.50નો વધારોમોરબી : મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટના ભાવ અને વેપારની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી ગેસ, ડીઝલ, પેટ્રોલ અને રો મટીરીયલના ભાવમાં અસહ્ય વધારો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થયું છે અને બજારમાં રો મટીરીયલના સોર્સમાં પણ કાપ જોવા મળી રહ્યો છે.આ તમામ પરિબળોને કારણે પ્રોડક્શન કોસ્ટમાં અંદાજે 40 થી 50 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. આ સંજોગોમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે ફરજિયાતપણે પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે.GVT ટાઇલ્સમાં 5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે વોલ ટાઇલ્સમાં 30 રૂપિયાનો વધારો અને ફ્લોર ટાઇલ્સમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અન્ય સાઈઝની ટાઇલ્સના ભાવમાં પણ સાઈઝ મુજબ વધારો કરવામાં આવ્યો છે. આ તમામ નવા ભાવ આગામી 1 જૂનથી લાગુ થશે. નોંધનીય છે કે, 15 દિવસ પહેલા જ એસોસિએશન દ્વારા ગ્રાહકોને લેટર મોકલીને આ સંભવિત ભાવ વધારા અંગે જાણ કરી દેવામાં આવી હતી, જેથી ગ્રાહકો માનસિક રીતે તૈયાર રહે.ઉધારી સિસ્ટમ બંધ, હવેથી એડવાન્સ પેમેન્ટનો નિયમભાવ વધારાની સાથે સાથે વેપારની સિસ્ટમમાં પણ મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સિરામિક ઉદ્યોગમાં ઉધારીવાળી સિસ્ટમ ચાલતી હતી. પરંતુ હાલના સમયમાં ટર્નઓવર ખૂબ મોટા થઈ ગયા છે, જેને કારણે ફાઇનાન્સિયલ ખર્ચ અને ક્રાઈસીસની સ્થિતિ ઊભી થાય છે. આ આર્થિક ભારણને ઘટાડવા માટે હવેથી તમામ મટીરીયલ માત્ર એડવાન્સ પેમેન્ટથી જ વેચવાનો મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #PriceHike #TilesPrice #MorbiNews #GujaratBusiness #AdvancePayment #BusinessNews