ચોપડા મેળવવા 2026ની ઓરિજનલ માર્કશીટ લાવવી ફરજિયાતમોરબી : સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ ચાલુ વર્ષે પણ સનાતન સમાજના ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 31-05-2026 ને રવિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતેથી આ નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવશે. સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટક યાદીમાં જણાવે છે કે નોટબુકનો સ્ટોક હશે ત્યાં સુધી આ વિતરણ ચાલુ રહેશે.રાહત દરે ફુલસ્કેપ ચોપડા મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વર્ષ 2026ની પોતાની ઓરિજનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે. ચોપડા મેળવવા માટે માત્ર વર્ષ 2026ની જ માર્કશીટ માન્ય ગણવામાં આવશે, જેની દરેક સંબંધિત વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ નોંધ લેવી.#Morbi #NotebookDistribution #SanatanYuvaGroup #StudentWelfare #MorbiNews #Education Support