મોરબી : આવતીકાલે તા.31/5/2026ના રોજ શંકર આશ્રમ ખાતે સાંજે 5:00 કલાકે સર્વ રિટેલ પાનવાળા વેપારીઓની મીટીંગનું આયોજન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. પાન-માવાના વેચાણમાં ભાવ વધારો કરવાના મુદ્દે સઘન ચર્ચા વિચારણા કરવા માટે આ મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી સર્વ રિટેલ પાનવાળા વેપારી એસોસિએશનના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, હાલમાં માવાનો ભાવ 20 રૂપિયા ચાલી રહ્યો છે. આ ભાવ વધારા બાબતે સૌના મંતવ્યો જાણવા, યોગ્ય નિર્ણય લેવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે આ ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ મિટિંગ આગામી 31/5/2026 ના રોજ શંકર આશ્રમ ખાતે સાંજે 5:00 કલાકે યોજવામાં આવશે. આથી, આ મિટિંગમાં તમામ સર્વ રિટેલ પાનવાળા વેપારી ભાઈઓને હાજરી આપવા જણાવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiBusiness #PanMavaAssociation #PriceHike #GujaratNews