ગેરકાયદે બાંધકામો પર મહાનગર પાલિકાનો મજબૂત ગાળિયો યથાવત : વર્ષ 1971ના ડીપી પ્લાન મુજબની 450 અરજીઓમાં નિર્ણય લેવાયો : નોન ડીપી પ્લાન વાળી 540 અરજીઓ દફતરેમોરબી : મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર કાયદાનો મજબૂત ગાળિયો કસવામાં આવતા હાલમાં ગેરકાયદેસર મોટાભાગના બાંધકામો બંધ છે ત્યારે રાજ્ય સરકારના નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ નિયમબદ્ધ કરાવવા માટે થયેલ 1000 જેટલી અરજીઓ પૈકી કોર્પોરેશને 152 અરજીઓ મંજુર કરી છે.જો કે, નોન ડીપી પ્લાન વગરની 540 અરજીઓ દફતરે કરી દેવામાં આવી છે.સિરામિક નગરી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ હાલમાં વર્ષ 1971ના ડીપી પ્લાન મુજબ બાંધકામ પરવાનગી આપવામાં આવે છે.જો કે,નગરપાલિકા રાજમાં અત્યાર સુધી બાંધકામ મંજરીમાં ચાલતી લોલમલોલ કોર્પોરેશન આવ્યા બાદ બંધ થઈ છે અને ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર પગલાં ભરી રહ્યું છે.બીજી તરફ સરકારના ઇમ્પેક્ટ ફી કાયદા મુજબ ગેરકાયદે બાંધકામ નિયમબદ્ધ કરવા માટે મોરબી કોર્પોરેશનમાં કુલ 1000 અરજીઓ કરવામાં આવી હતી જેમાં તંત્રએ 1971ના ડીપી પ્લાન મુજબની 450 અરજીઓમાં કામગીરી હાથ પર લઈ 152 અરજીઓ મંજુર કરી હતી.જો કે, નોન ડીપી પ્લાન વાળી 540 અરજીઓ કોર્પોરેશને દફતરે કરી દીધી હોવાનું સામે આવ્યું છે.આગામી એક મહિનામાં નવો ડીપી પ્લાન આવે તેવી શકયતામોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો માલ્યા બાદ બાંધકામ મંજૂરીની પ્રક્રિયા નવા ડીપી પ્લાનને લઈ અટકી પડી છે.હાલમાં તંત્ર 1971ના ડીપી પ્લાન મુજબ જ બાંધકામ મંજૂરી આપી રહ્યું છે ત્યારે આગામી એકાદ મહિનામાં જ મોરબી શહેરનો નવો ડેવલોપમેન્ટ પ્લાન આવી જાય તેવા સંકેતો કોર્પોરેશનના સૂત્રો આપી રહ્યા છે. મહત્વનું છે કે, નવો ડીપી આવવાથી શહેરીજનોને અને ખાસ કરીને બિલ્ડર લોબીને રાહત મળે તેમ છે સાથે જ મોરબીનો સુનિયોજિત વિકાસ પણ વેગવાન બનશે.