ઇન્ડિયન આર્મીના જવાનો અને આકસ્મિક મૃત્યુ પામેલા પિતાના સંતાનોને અપાશે પ્રાધાન્ય: 1 જૂનથી 3 જૂન સુધી વિનય કરાટે એકેડમી ખાતેથી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ થશેમોરબી : મોરબીમાં માનવતા અને સેવાના કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા 'મા જીવદયા ગ્રુપ' દ્વારા આગામી શૈક્ષણિક સત્રને ધ્યાને રાખીને એક સરાહનીય સંકલ્પ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા મોરબીમાં વસતા એવા બાળકો કે જેમના પિતા ઇન્ડિયન આર્મીમાં દેશની સેવા બજાવી રહ્યા હોય, અથવા તો જેમના પિતાનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હોય તેવા તમામ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક વર્ષ માટે લખવાના ચોપડા (નોટબુક) ધોરણ મુજબ સંપૂર્ણપણે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિનો લાભ યોગ્ય અને વંચિત પરિવારો સુધી પહોંચે તે માટે જાહેર અપીલ કરવામાં આવી છે. જે પણ નાગરિકોના ધ્યાનમાં આવું કોઈ કુટુંબ કે બાળક હોય, તેઓને સંસ્થાનો સંપર્ક કરાવવા અથવા તો જે-તે પરિવારે પોતે ચોપડા મેળવવા માટે સંસ્થાનો સીધો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આ ચોપડાનું વિતરણ 'વહેલા તે પહેલા' ના ધોરણે કરવામાં આવશે.વિતરણ કાર્યક્રમની વિગતવાર માહિતીતારીખ: 01/06/2026 થી 03/06/2026 સુધીસમય: સાંજે 04:00 થી 08:00 વાગ્યા સુધીસ્થળ: વિનય કરાટે એકેડમી, અવની ચોકડી પાસે, મોરબી.ચોપડા મેળવવા માટે સંપર્ક સૂત્રલાભાર્થી પરિવારો કાંતિ સરના મો.નં. 96249 58918, 87582 35605, 76003 26881 પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકશે અથવા નિયત સ્થળે પહોંચી શકશે.#Morbi #MaaJevdayaGroup #SocialService #FreeNotebooks #EducationSupport #IndianArmy #MorbiNews #MorbiUpdate