ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સાંજે 6 વાગ્યે ઉદઘાટન: જરૂરિયાતમંદોને વિનામૂલ્યે મેડિકલ સાધનો મળી રહેશેમોરબી: મોરબીમાં બીમારી કે ઈમરજન્સીના સમયે જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના હેતુથી ડો. હેડગેવાર સ્મારક સમિતિ (મોરબી શાખા) દ્વારા આવતીકાલે તારીખ 31/5/2026 ને રવિવારના રોજ મોરબીના માધાપર વિસ્તારમાં નવા 'નિઃશુલ્ક મેડિકલ સાધન સહાય કેન્દ્ર' નું લોકાર્પણ કરવામાં આવનાર છે.આ કાર્યક્રમનો શુભારંભ રવિવારે સાંજે 6 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે માધાપર શેરી નંબર 18 ના નાકે, હનુમાનજી મંદિર પાસે, મોરબી ખાતે યોજાશે. સમિતિ દ્વારા તમામ નાગરિકોને આ સમાજલક્ષી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #FreeMedicalService #DrHedgewarSmarakSamiti #MorbiNews #SocialWork #Healthcare