પાલિકાનું વાહન ખાનગી કામે લાગતા કામગીરી ઉપર ઉઠ્યા સવાલો : બંધ સ્ટ્રીટ લાઈટોનું રિપેરિંગ ખોરંભે ચડાવીને સ્ટાફ ખાનગી કામો કરવામાં મશગુલહળવદ : હળવદ શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે. પાલિકાનું હાઈડ્રો વાહન, જેનો મુખ્ય ઉપયોગ ઊંચાઈ પર આવેલી સ્ટ્રીટ લાઈટો રિપેર કરવા માટે થાય છે, તેનો ઉપયોગ ખાનગી કોમ્પ્લેક્સમાં એસી (AC) લગાવવા અને રિપેર કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે. આ હાઈડ્રો વાહનમાં પાછળના ભાગે એક ઘોડો (બકેટ) હોય છે જેનાથી ઊંચાઈ પર કોઈ પણ કામ કરવું હોય તો આસાનીથી થઈ શકે છે.મળતી માહિતી મુજબ, આ એસી રિપેરિંગનું કામ હળવદની મેઈન બજારમાં સિટી મોલ કોમ્પ્લેક્ષમાં ગીરીશભાઈ નટવરલાલ દવેની દુકાનમાં થઈ રહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તેઓ ચેમ્બર ઓફ પ્રમુખના ઘનશ્યામભાઈ દવેના ભાઈ અને જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવેના કાકા છે. આ દુકાનના ખાનગી કામ માટે પાલિકાના વાહનનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક તરફ નગરપાલિકાનું વાહન ખાનગી અને લાગવગવાળા કામમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ હળવદ શહેરના અનેક વિસ્તારોમાં 10-10 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જ્યારે સામાન્ય નાગરિકો લાઈટ રિપેર કરવા રજૂઆત કરે છે, ત્યારે કામના ભારણનું બહાનું કાઢવામાં આવે છે અને રિપેરિંગ માટે કોઈ આવતું નથી. આ સમગ્ર વિવાદ અંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, આવું કઈ મારા ધ્યાને આવ્યું નથી અને હું આ મામલે તપાસ કરાવીશ.#MorbiUpdate #Halvad #HalvadNagarpalika #HydroCrane #GujaratNews #SaurashtraNews