એક શખ્સની ધરપકડ, એક ફરાર : પોલીસે 985 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યોમોરબી : હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. 2.19 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમીના આધારે જુના દેવળીયા ગામે ચરાડવા રોડ પર રહેતા વિઠ્ઠલભાઇ રમણભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 985 બોટલો મળી આવી હતી. પોલીસે 2,19,150 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો આ જથ્થો જપ્ત કર્યો છે.પોલીસે સ્થળ પરથી આરોપી વિઠ્ઠલભાઇ રમણભાઇ રાઠવાની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ઇમરાન કરીમભાઇ સંધવાણી (રહે. જુના દેવળીયા) નું નામ ખુલતા તેને પકડી પાડવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. પટેલ તથા હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #HalvadPolice #LiquorRaid #GujaratPolice #CrimeNews