ઘરના એકમાત્ર કમાઉ સભ્યની તાત્કાલિક અને સચોટ સારવાર કરી ડો. સત્યજીતસિંહ જાડેજા અને તેમની ટીમે બચાવ્યો જીવમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પરિવારની તમામ જવાબદારી જેના શિરે હોય તેવા 35 વર્ષના યુવાન અને ઘરના એકમાત્ર કમાઉ સભ્યને અચાનક બ્રેન સ્ટ્રોકનો ગંભીર હુમલો આવતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. દર્દીની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને તાત્કાલિક અને સચોટ સારવારની ખૂબ જ આવશ્યકતા હતી. આ કપરા સમયે પરિવારજનો દર્દીને મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.દર્દીને આયુષ હોસ્પિટલ લાવવામાં આવતા જ ડો. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જરા પણ સમય વેડફ્યા વિના તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સારવાર દરમિયાન હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ઉત્તમ કાળજી લેવામાં આવી હતી અને પરિવારને પણ હૂંફ તેમજ પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો.નિષ્ણાત તબીબ દ્વારા સમયસર લેવામાં આવેલ યોગ્ય નિર્ણય અને આયુષ હોસ્પિટલની અત્યાધુનિક સારવારના પરિણામે દર્દીએ બ્રેન સ્ટ્રોક જેવી ગંભીર બીમારીને મ્હાત આપી છે. આજે તેઓ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને સંપૂર્ણપણે સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. ગંભીર સ્થિતિમાંથી બહાર આવી નવું જીવન મળતા દર્દી અને તેમના પરિવારે ડો. સત્યજીતસિંહ જાડેજા તથા આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, સમાજમાં બ્રેન સ્ટ્રોકના લક્ષણો અને તાત્કાલિક સારવાર વિશે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી દર્દીએ એક વિડીયો મારફતે લોકોને ખૂબ જ મહત્ત્વની સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.વધુ માહિતી અને સારવાર માટે આજે જ સંપર્ક કરો:આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.7575088884