10,500 રોકડા અને અગત્યના દસ્તાવેજ ભરેલું પાકીટ 6 દિવસ પોતાની પાસે સુરક્ષિત રાખ્યુંમોરબી: આજના સમયમાં જ્યારે સ્વાર્થનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે ઈમાનદારી, સંસ્કાર અને માનવતા હજુ પણ જીવંત છે તેવું સાબિત કરતો એક પ્રેરણાદાયક કિસ્સો મકનસરથી સામે આવ્યો છે.વડવાળા ગોપાલ નગર (મકનસર)માં માત્ર 12 વર્ષના એક નાના બાળકને રસ્તામાં એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં ₹10,500 રોકડા રૂપિયાની સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બીજા ઘણા મહત્વના દસ્તાવેજો હતા. બાળકે તેમાંથી એક રૂપિયાને પણ હાથ લગાવ્યો ન હતો અને 6 દિવસ સુધી આ પાકીટને પોતાની પાસે સુરક્ષિત રાખીને તેના સાચા માલિક સુધી પહોંચાડ્યું હતું.આજના સમયમાં આવા સચ્ચા અને સંસ્કારી બાળકો બહુ ઓછા જોવા મળે છે. ત્યારે બાળકે પોતાની ઈમાનદારીથી પોતાના પરિવાર અને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્તમ કાર્ય બદલ લોકો બાળકની પ્રશંસા કરી રહ્યા છે અને આવા સંસ્કારો આપનાર માતા-પિતાને સલામ છે.#Morbi #MorbiUpdate #Makansar #Honesty #GoodNews #Humanity #Inspiration #ProudMoment