મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ભડિયાદ કાંટા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઈ મીરાણી રહે.વાઘપરા, મોરબી અને આરોપી પ્રવીણ ઉર્ફે ઘનો અજુભાઈ સોમાણી રહે.ભડિયાદ વાળાઓને વરલીના આંકડા લખતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 11,120 કબ્જે કર્યા હતા.બન્ને આરોપીઓની પૂછપરછમાં અન્ય આરોપી અફઝલ ઉર્ફે જલો સમાં રહે.સો ઓરડી અને આરોપી રાજુભાઇ મહાલીયા રહે.ભડિયાદ કાટા વાળાના નામ કબુલતા ચારેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.