મોરબી: ધોરણ 10 નું પરિણામ જાહેર થયાના અંદાજે 20 દિવસ બાદ આજે મોરબી જિલ્લા શિક્ષણ કચેરી ખાતે વિદ્યાર્થીઓની માર્કશીટ આવી પહોંચી છે. આજે શિક્ષણ કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ માધ્યમિક શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા માર્કશીટ વિતરણની કામગીરી પૂર્ણ થતા, આવતીકાલે શનિવારથી વિદ્યાર્થીઓને જે તે શાળાઓ દ્વારા તેમની અનુકૂળતા મુજબ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોરબી જિલ્લાએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા 89.13 ટકા પરિણામ મેળવીને સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.મોરબી જિલ્લાના ધોરણ 10 ના પરિણામની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, આ વર્ષે જિલ્લામાં કુલ 12300 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 12166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી 10843 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ, મોરબી જિલ્લાનું કુલ પરિણામ 89.13 ટકા નોંધાયું છે, જેણે રાજ્યમાં જિલ્લાને ગૌરવપૂર્ણ ત્રીજું સ્થાન અપાવ્યું છે.#MorbiUpdate #MorbiNews #MorbiEducation #GSEB #Class10Results #MorbiDistrict #GujaratBoard #BoardExam2026 #EducationNews