વરિષ્ઠ નાગરિક મંડળની મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆત: સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવા કરાઈ અપીલમોરબી : મોરબી શહેરમાં એડવાન્સ ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓ માટે જામનગર મહાનગરપાલિકાની જેમ વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગો સહિતની કેટેગરીમાં વિશેષ રીબેટ (વળતર) યોજના અમલી બનાવવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ બાબતે મોરબીના વરિષ્ઠ નાગરિક મંડળ (Senior Citizen Council - Morbi) દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં હાલમાં એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા સામાન્ય નાગરિકોને 10% અને ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 12% રાહત આપવામાં આવે છે. જો કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ એડવાન્સ ટેક્સ યોજના અંતર્ગત સમાજના વિવિધ વર્ગોને પ્રોત્સાહિત કરવા માટે 10% થી લઈને 25% સુધીની વિશેષ રાહત આપવામાં આવી રહી છે.જામનગરની જેમ મોરબીમાં પણ વળતર આપવા રજૂઆતમંડળ દ્વારા જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાના આધારો ટાંકીને મોરબીમાં પણ નાણાકીય વર્ષ 2026-27 માં નીચે મુજબની વધારાની રાહતો આપવા અનુરોધ કરાયો છે.સિનિયર સિટીઝન: સામાન્ય 10% રીબેટ ઉપરાંત વધારાનું 5% એમ કુલ 15% વળતર.શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓ: સામાન્ય 10% ઉપરાંત વધારાનું 5% મળી કુલ 15% વળતર.બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ: કુલ 15% વળતર.કન્યા છાત્રાલય, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમની સંસ્થાઓ: કુલ 25% સુધીનું વિશેષ વળતર.માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓ: ટેક્સમાં કુલ 25% ની મોટી રાહત.વરિષ્ઠ નાગરિક મંડળ મોરબી દ્વારા આ પત્રની નકલ મોરબી જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને શ્રમ તથા રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, શહેરી વિકાસ મંત્રી (ગાંધીનગર) તેમજ મોરબી નગરપાલિકાના મેયરશ્રીને પણ મોકલી આપીને વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદ સંસ્થાઓના હિતમાં આ પ્રજાલક્ષી નિર્ણય તાકીદે લેવા માટે આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiNagarpalika #SeniorCitizenCouncil #AdvanceTax #TaxRebate #JamnagarPattern #MorbiNews #MorbiUpdate