માન્ય પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત મોરબી: મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઈપણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારની મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી લોકોને બ્લેકમેલ કરવાનું દૂષણ ફેલાયું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે મોરબીના તમામ માન્ય પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.9 ધોરણ પાસ શખ્સે 10 હજારમાં કાર્ડ ખરીદી પોલીસ પર રોફ જમાવ્યોતાજેતરમાં જ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન એક 9 ધોરણ પાસ શખ્સે 10 હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં બોગસ પત્રકાર અને તેને કાર્ડ વેચનાર શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવા અસામાજિક તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે 'PRESS' ના બોર્ડ લગાવીને સીન સપાટા મારે છે અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તોડપાણી કરે છે. આનાથી સમાજમાં સાચા પત્રકારોની છબી ખરડાય છે અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થાય છે.પત્રકારો દ્વારા વહીવટી તંત્ર પાસે કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ:મોરબી જિલ્લામાં જે પણ ફોર-વ્હીલર કે ટુ-વ્હીલર વાહનો પર 'PRESS' લખેલું હોય તેનું સઘન ચેકિંગ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે. પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના કાર્ડની કડક ખરાઈ કરવામાં આવે. 10 હજાર કે અન્ય રકમો લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે. તોડપાણી કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે બીએનએસ (BNS) કાયદાની આકરી કલમો હેઠળ ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે.#Morbi #MorbiUpdate #FakeJournalists #MorbiPolice #CollectorMorbi #PressCardScam #GujaratNews #Journalism