સાધકોને વિપશ્યના ધ્યાનની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી અપાઈમોરબી: મોરબીમાં સારથી ફાઉન્ડેશનના સહયોગથી સામાકાંઠે આવેલ વરીયા બોર્ડીંગ ખાતે ગત તારીખ 26 મેના રોજ વિપશ્યના પરિચય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિચય કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિપશ્યના શું છે, તેના કેટલા અને કયાં કયાં આશ્રમો આવેલા છે, તેમાં ધ્યાન શિબિર કરવા માટે શું લાયકાત જોઈએ, કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, ત્યાંની દિનચર્યા શું હોય છે તેમજ વિપશ્યના ધ્યાનની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિપશ્યનાના જુના સાધકો નરેન્દ્રભાઈ અઘારા તથા નિર્મલસિંહ જાડેજા દ્વારા નવા સાધકોની જિજ્ઞાસા સંતોષવામાં આવી હતી અને પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમના જવાબો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સાધકોને 10 મિનિટનું આનાપાન સતી ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોયંકાજીના ઓડિયો પ્રવચનથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ધર્મસાધકોએ આનંદ અને ધન્યતા અનુભવી હતી. આ વિપશ્યના પરિચય કાર્યક્રમમાં કુલ 30 જેટલા સાધકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ ચાવડા તથા ખીમજીભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Vipassana #SarathiFoundation #Meditation #MorbiEvents