પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયોવાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પાંચ શખ્સોએ દસ વર્ષ અગાઉ થયેલ છોકરી બાબતના ઝઘડાનો ખાર રાખી બે યુવકો પર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા રાજેશભાઇ કેશુભાઈ પરમાર ઉ.41 નામના યુવકે આરોપી કરણ રમેશભાઈ સારેસા, સાહિલ મનુભાઈ વાઘેલા, ચિરાગ મુળજીભાઈ બોસિયા, અજય વાઘજીભાઈ સુમસરા અને આરોપી સિદ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા રહે.બધા આંબેડકર નગર વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, દસ વર્ષ અગાઉ ફરિયાદી રાજેશબાઈને આરોપી કરણ સારેસા સાથે છોકરી બાબતે ઝઘડો થયો હોઉં જેનો ખાર રાખી ગત તા.26ના રોજ રાત્રીના સમયે તમામ પાંચ આરોપીઓએ એક સંપ કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર કરી નાખી સાહેદ મોહિતને તેમજ ફરિયાદીને છરી વડે ઇજાઓ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.