મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂના 11 ચપલા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.જેમાં પ્રથમ દરોડામાં શનાળા રોડ પર મોમ્સ હોટલ પાછળ સતવારા સમાજની વાડી પાસેથી આરોપી વિકી નારણભાઇ નાટડા ઉ.24 રહે.શનાળા વાળાને વિદેશી દારૂના 10 ચપલા કિંમત રૂ.1200 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં લીલાપર રોડ પર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી પ્રવીણ ભગવાનજીભાઈ નકુમ રહે.બોરીયા પાટી વાળાને વિદેશી દારૂનું એક ચપલુ કિંમત રૂ.120 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.