વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરના ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગરના ઢાળીયા પાસે જાહેરમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર રાજસ્થાન રોયલ અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહેલા ટી - 20 ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં વાતચીત કરી રહેલા આરોપી સન્ની જયંતીભાઈ માણસુરીયા રહે.વાંકાનેર વાળાને મોબાઈલ નંબર 9274114545 સાથે વાતચીત કરી રનફેરનો જુગાર રમતા ઝડપી લઈ ક્રિકેટ સટ્ટાના સોદા લખેલી ચિઠ્ઠી સાથે ઝડપી લઈ રૂ.20 હજારનો મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી મોબાઈલમાં સોદા લખનાર આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.