મેયરનો પદભાર સંભાળ્યા બાદ સંતોના આશીર્વાદ મેળવી મોરબીના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીમોરબી : મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત અને ઉત્સાહી યુવા મેયર ઉત્તમ સુરાણીએ લજાઇ પાસે આવેલા પવિત્ર અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન જોગ આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. મેયર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેઓ ખાસ આશ્રમના દર્શનાર્થે પહોંચ્યા હતા.મુલાકાત દરમિયાન મેયર ઉત્તમ સુરાણીએ આશ્રમ ખાતે શિશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે મોરબી શહેરના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે તેમણે આશ્રમના સંતો-મહંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.પોતાની આ મુલાકાત અંગે ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, 'જોગ આશ્રમ એ માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ આધ્યાત્મિક ઉર્જા અને સેવાનું મોટું પ્રતીક છે. મોરબીના નગરજનોની સેવા કરવાની જે નવી જવાબદારી મને મળી છે, તેને સંતોના આશીર્વાદ અને પરમ કૃપાથી હું પુરી નિષ્ઠાથી નિભાવી શકીશ તેવો મને દ્રઢ વિશ્વાસ છે.'#Morbi #MorbiUpdate #MorbiNews #UttamSurani #MorbiMayor #JogAshram #Lajai #GujaratNews