દહેરાદૂન ખાતે યોજાયેલ સ્પર્ધામાં રૂદ્રી વસિયાણીના શાનદાર પ્રદર્શનથી ગુજરાતની ટીમ સમગ્ર ભારતમાં ચેમ્પિયન બનીમોરબી: મૂળ લૂણસર ગામના વતની અને હાલ મોરબીમાં વસવાટ કરતા વસિયાણી પરિવારની દીકરી રૂદ્રી તુલસીભાઈ વસિયાણીએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દહેરાદૂન ખાતે આયોજિત 13મી નેશનલ આઈસ સ્ટોક ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમ વતી રમતા રૂદ્રીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. આ ટૂર્નામેન્ટમાં તેણે એકીસાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ પોતાના નામે કર્યા છે.રૂદ્રી વસિયાણીના આ શાનદાર પ્રદર્શનના જોરે સમગ્ર ભારતમાં ગુજરાતની ટીમ વિજેતા (ચેમ્પિયન) બની છે. રૂદ્રીએ પોતાની સખત મહેનત અને કુશળતાથી સમગ્ર દેશમાં લુણસર ગામ, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવીને મોરબીનું ગૌરવ વધારવા બદલ તુલસીભાઈ વસિયાણી (ટી. ડી. પટેલ) અને સમગ્ર વસિયાણી પરિવાર તથા મિત્ર વર્તુળ તરફથી રૂદ્રીને આ ઐતિહાસિક સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ આપવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #IceStockTournament #NationalChampion #GujaratTeam #GoldMedal #ProudDaughter #Lunsar #SportsNews #GujaratSports