રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 27 અધિકારીઓની બદલી અને 9 અધિકારીઓને બઢતીમોરબી : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા તારીખ 27/05/2021 ની અધિસૂચના મુજબ કુલ 27 અધિકારીઓની બદલી અને અન્ય 9 અધિકારીઓને બઢતી સાથે નિમણૂક આપવામાં આવી છે. આ બદલીના આદેશોમાં મોરબી જિલ્લાને સ્પર્શતા 2 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.● મોરબી (ગ્રામ્ય)ના મામલતદાર તરીકે ફરજ બજાવતા C. R. નિમાવતને કચ્છમાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે● પાટણ જિલ્લાના હારીજમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા D. K. ધ્રુવને મોરબી કલેક્ટર કચેરીમાં SLAO તરીકે નિમણૂક આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #GujaratGovernment #RevenueDepartment #OfficerTransfer #MorbiDistrict #GujaratNews #GASOfficers