મોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ઠેર-ઠેર વિજેતા ઉમેદવારોના સન્માન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે મોરબીના નાની વાવડી ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દશા માં મિત્રમંડળ નાની વાવડી ગ્રુપ દ્વારા મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના વિજેતા કોર્પોરેટરોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે વોર્ડ નંબર 1ના વિજેતા કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ દામજીભાઈ પડસુબિયા, કોર્પોરેટર જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા, રમાબેન પરેશભાઈ રૂપાલા અને વિણાબેન માવજીભાઈ કંઝારીયાનું પુષ્પહાર તથા સાલ ઓઢાડીને હૃદયપૂર્વક ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. દશા મા મિત્ર મંડળ દ્વારા આ ખુશીના અવસરે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં કનકસિંહ જાડેજા, મોમભાઈ બતાળા, રમેશભાઈ વસીયાણી, બાબુભાઈ ભરવાડ, ભીખુગીરી ગોસાઈ, નવધણભાઈ બતાળા, દિનેશભાઈ અંદરપા, જયેશભાઈ અમ્રુતિયા, મયુરસિંહ ઝાલા, પ્રાણજીવનભાઈ પડસુબિયા, ભરતભાઈ ભરવાડ, માધવભાઈ બતાળા તેમજ દશા માં મિત્ર મંડળ નાની વાવડી ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વોર્ડ નંબર 1 ના ચારેય જનપ્રતિનિધિઓને આવકારી પ્રોત્સાહિત કર્યા હતા.#Morbi #MorbiUpdate #NaniVavdi #FelicitationProgram #Corporator #Ward1 #MorbiNagarpalika #BJP