અવધ 4, ધર્મવિજય, શ્રી કુંજ 2 સહિતની સોસાયટીઓના પડતર પ્રશ્નો ઉકેલવા રૂબરૂ મુલાકાત લેવાઈમોરબી: આજરોજ મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટરો દ્વારા વોર્ડના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક સોસાયટીઓના પ્રમુખોને રૂબરૂ મળીને તેમના વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં અવધ 4, ધર્મવિજય, શ્રી કુંજ 2,સરદાર નગર 1-2, વિજય નગર સહિતના વિસ્તારો અને સોસાયટીઓના પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સ્થાનિક રહીશોની સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે જાણવાનો અને સોસાયટીના આગેવાનો સાથે સીધો સંવાદ સાધીને વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવાનો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo9 #MorbiMunicipalCorporation #DevelopmentWorks #LocalNews