વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પાસે આવેલ વેલનાથ ગેસ એજન્સીમાં બાતમીને આધારે દરોડો પાડતા આરોપી કરન જગદીશભાઈ શલૈયા ઉ.25 રહે.માધાપર, કપિલા હનુમાનજી મંદિર પાસે, મોરબી વાળાના કબ્જામાંથી વિદેશી દારૂના 13 ચપલા કિંમત રૂપિયા 1300 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.