મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશનની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયમોરબી : ગેસના ભાવમાં વધારા બાદ ડીઝલના ભાવમાં પણ તોતિંગ ભાવ વધારો અમલી બનવાની સાથે જ અન્ય રો મટીરીયલના ભાવમાં પણ વધારો થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વોલ, ફ્લોર, જીવીટી ટાઇલ્સના ભાવમાં મે માસમાં ભાવ વધારો કરવામાં આવ્યા બાદ આગામી તા.1 જૂનથી જીવીટી ટાઇલ્સના ભાવમાં ફૂટે રૂપિયા 5નો ભાવ વધારો કરવા નિર્ણય કર્યો છે.ઈરાન પર ઇઝરાઈલ અને અમેરિકાના હુમલા બાદ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પર ગેસના ભાવ વધારાની સાથે અન્ય રોમટિરિયલ અને ડીઝલના ભાવ વધારાનો બોજ આવી પડતા મે માસમાં 15થી 20 ટકા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ ટાઇલ્સના તમામ સેગમેન્ટમાં તા.1 જુનથી વધુ એક વખત ભાવ વધારો કરવા નિર્ણય લીધો છે.જેમાં ગુરુવારે મળેલી સિરામિક એસોસિએશનની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.આ બન્ને નિર્ણયમાં જીવીટી ટાઇલ્સના બોટમ ભાવ મિનિમમ રૂપિયા 32 પ્રતિ સ્કવેર ફૂટ રાખવા તેમજ આગામી તા.1 જુનથી જીવીટી ટાઇલ્સના ભાવમાં પ્રતિ ચોરસ ફૂટે રૂ.5નો વધારો કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.