શહેર ખતીબ રસીદ મિયાં બાપુ કાદરીની આગેવાનીમાં જુલૂસ નીકળ્યું: હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરી દેશની શાંતિ માટે દુઆ માંગીમોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અદહા પર્વની ભારે શાન-ઓ-શૌકત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે તારીખ 28-5-2026 ગુરુવાર અને ઇસ્લામિક મહિનાની 11 ઝિલહજના રોજ મોરબીની તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. મસ્જિદોમાં નમાજ પઢવા માટે અલગ-અલગ સમય નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેથી મુસ્લિમ બિરાદરોએ પોતાની અનુકૂળતા મુજબ પોતપોતાના વિસ્તારની મસ્જિદોમાં નમાજ અદા કરી અલ્લાહની બારગાહમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કર્યું હતું.શાનદાર જુલૂસ અને ઈદગાહ ખાતે નમાજસાથે સાથે જુમ્મા મસ્જિદ ખાતેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતીબ રસીદ મિયાં બાપુ કાદરીની સરપરસ્તીમાં એક શાનદાર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસ શહેરના મુખ્ય માર્ગો નેહરુ ગેટ અને સરદાર રોડ થઈને જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈદગાહ ખાતે પહોંચ્યું હતું. ઈદગાહમાં શહેર ખતીબ રસીદ મિયાં બાપુએ ઈદ-ઉલ-અદહાની નમાજ પઢાવી હતી, જેમાં મોરબી શહેર અને આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકસાથે નમાજ અદા કરી હતી.દેશમાં અમન અને ભાઈચારા માટે ખાસ દુઆઈદના આ પાક અવસર પર શહેર ખતીબ રસીદ મિયાં બાપુ કાદરીએ આપણા ભારત દેશમાં શાંતિ, અમન, ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બારગાહમાં ખાસ દુઆએ ખેર કરી હતી અને તમામ લોકોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ખાટકીવાડ પાસે આવેલી હૈદરી મસ્જિદ ખાતે આ જુલૂસનું શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું. આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિથી તહેવાર મનાવી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત અને સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #EidUlAdha #MorbiNews #EidNamaz #MuslimSamaj #PeaceAndHarmony #GujaratNews #MorbiPolice