RAMP યોજના અંતર્ગત EDII અને ગુજરાત સરકારના સહયોગથી ઉદ્યોગસાહસિકોને વ્યવસાય અને ડિજિટલ માર્કેટિંગ અંગે તાલીમ અપાઈટંકારા: ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામ ખાતે 25 થી 27 મે 2026 દરમિયાન RAMP યોજના અંતર્ગત 3 દિવસીય આંત્રપ્રિન્યોરશિપ ગ્રોથ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ દ્વારા અને ગુજરાત સરકારના MSME મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું.RAMP યોજનાનો મુખ્ય હેતુ માઇક્રો-ઇન્ક્યુબેશન દ્વારા MSME ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે, જેમાં ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય સહાય, બજાર જોડાણ, ટેક્નોલોજી અપનાવટ અને સંસ્થાગત સહયોગ પૂરો પાડવામાં આવે છે. આ 3 કાર્યક્રમનું ડિઝાઇન અને માર્ગદર્શન EDII ના સ્ટેટ આંત્રપ્રિન્યોરશિપ લીડ હેતલ પાઠક દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા સંયોજક ચંદ્રેશ રાઠોડ દ્વારા આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.આ તાલીમ દરમિયાન ભાગ લેનારાઓને વ્યવસાય સંચાલન, નાણાકીય શિસ્ત, હિસાબી વ્યવસ્થા અને કિંમત નિર્ધારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ Khatabook, OkCredit, BharatPe અને Vyapar જેવા ડિજિટલ ટૂલ્સના ઉપયોગ અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. ઉદ્યોગસાહસિકોએ WhatsApp Business, Instagram અને Facebook મારફતે ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ગ્રાહક વિકાસની વ્યૂહરચનાઓ વિશે પણ માહિતી મેળવી હતી.આ ઉપરાંત, GeM, ONDC, પ્રદર્શન મેળાઓ અને સ્થાનિક બજારો મારફતે રહેલી બજાર તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગસાહસિકોને ઉદ્યમ રજિસ્ટ્રેશન, GST, FSSAI જેવી પ્રક્રિયાઓ તેમજ MUDRA, VBY અને PMFME જેવી સરકારી લોન યોજનાઓ અને બેન્કિંગ પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી અપાઈ હતી. ભાગ લેનારાઓએ બિઝનેસ પ્લાન અને નાણાકીય અંદાજ તૈયાર કરવાની પણ પ્રાયોગિક સમજ પ્રાપ્ત કરી હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો તેમજ નવા વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લોકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. તાલીમાર્થીઓએ આ કાર્યક્રમની પ્રાયોગિક અને વિકાસલક્ષી તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી હતી, જેનાથી મોરબી જિલ્લામાં ટકાઉ વ્યવસાય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #Haripar #Entrepreneurship #RAMP #EDII #MSME #GujaratGovernment #BusinessGrowth #DigitalMarketing