માધાપર ઝાપા પાસે અને જુના બસસ્ટેન્ડ પાસે પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા પાસે તેમજ જુના બસસ્ટેન્ડ નજીક બે અલગ - અલગ દરોડામાં આઠ જુગારીઓને તીનપતિ અને ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસ ટીમે માધાપર ઝાપા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) ફિરોઝભાઇ ગફુરભાઇ મોવર, રહે-વાવડી રોડ, રોમ જીવન પાર્ક, મોરબી (2) વિનુભાઇ ડુંગરભાઇ વિડજા, રહે-ખોડીયાર ડેરીની પાછળ વાવડી, મોરબી (3) અખતરભાઇ ગુલમામદભાઇ જુસા, રહે-ચાર ગોડાઉનની બાજુમા, વિશીપરા, મોરબી (4) અજયભાઇ નવલભાઇ દેવ, રહે. કાલીકા પ્લોટ, ડાયમંડ બ્યુટી પાર્લર બાજુમા, મોરબી અને આરોપી (5) ભીખાભાઇ શંકરભાઇ રસાણીયા, રહે. માધાપર ઝાપા સામે, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 11,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં ચલણી નોટો પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (1) આસીફભાઇ હાજીભાઇ જીગીયા, રહે.વિશીપરા કુલીનગર, મોરબી (2) દાઉદભાઇ સફીભાઇ લોકાવાળા, વિશીપરા, કુલીનગર, મોરબી અને (3) ઇબ્રાહીમભાઇ અલીભાઇ દલ, રહે. મહેન્દ્રપરા, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 2100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.