ફ્રી ટીફીન સેવા પરિવાર, રાજચંદ્ર મિશન-ધરમપુર અને મેટ્રો સિરામીક દ્વારા 29 થી 31 મે સુધી બોયઝ હાઈસ્કૂલ ખાતે આયોજનમોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ફ્રી ટીફીન સેવા પરિવાર, રાજચંદ્ર મિશન-ધરમપુર અને મેટ્રો સિરામીક ના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં આશરે 40% થી વધુ રાહત દરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વિતરણ કાર્યક્રમની વિગતો:આ વિતરણ કાર્યક્રમ આગામી તા. 29 મે થી 31 મે 2026 સુધી ચાલશે. સમય સવારે 7 થી 12 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધીનો રહેશે. આ આયોજન મોરબીની બોયઝ હાઈસ્કૂલ, સદભાવના હોસ્પિટલ પાસે, ટેલીફોન એક્સચેન્જ પાસે કરવામાં આવ્યું છે. આ માટે સ્થળના દાતા તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટી - મોરબીનો સહયોગ મળ્યો છે.રાહત દરની યાદી (તમામ બુક્સ ક્લાસમેટ કંપનીની રહેશે):• એ-4 કોલેજબુક (160 પાના) 6 નંગના પેકેટ: રૂ. 230 (બજાર કિંમત રૂ. 330)• ફુલ સ્કેપ લોંગબુક (180 પાના) 6 નંગના પેકેટ: રૂ. 190 (બજાર કિંમત રૂ. 282)• સ્ટાન્ડર્ડ નોટબુક (140 પાના) 6 નંગના પેકેટ: રૂ. 140 (બજાર કિંમત રૂ. 228)• કંપાસ બોક્સ 1 નંગ: રૂ. 60 (બજાર કિંમત રૂ. 80)• રાઈટીંગ પેડ 1 નંગ: રૂ. 80 (બજાર કિંમત રૂ. 199)• સ્કૂલ બેગ 1 નંગ: રૂ. 330 (બજાર કિંમત રૂ. 550)ખાસ નોંધ: સ્ટેશનરી લઈ જવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાની બેગ સાથે લાવવાની રહેશે.મેડીકલ અને લેબોરેટરી સેવાનો લાભ:આ ઉપરાંત ફ્રી ટીફીન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડીકલ સ્ટોરમાં તમામ પ્રકારની દવાઓ પર 20% થી 80% અને સર્જીકલ આઈટમમાં 50% થી 80% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સાથે જ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી લેબોરેટરીમાં 50% રાહત દરે લોહી તથા પેશાબની લેબોરેટરી કરી આપવામાં આવે છે, જેનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #FreeTiffinSeva #Education #StationeryDistribution #SocialWork #MorbiNews