28 મેના રોજ ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન: રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણમોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા આગામી સમયમાં એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજેતા બનેલા રાજપૂત સમાજના પ્રતિભાસંપન્ન ભાઈઓ અને બહેનોનું વિશેષ બહુમાન કરવામાં આવશે.આ ભવ્ય સમારોહમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર), પ્રદેશ મંત્રી જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તેમજ યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ રામદેવસિંહ સી. ઝાલા (ઢુવા)ના સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ સાથે જ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિજયી બનેલા રાજપૂત સમાજના જનપ્રતિનિધિઓનું પણ સમાજ ગૌરવ અંતર્ગત વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવશે.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, યુવા પાંખ અને મહિલા સંઘ મોરબી જિલ્લાના નિમંત્રકો દ્વારા સમાજના તમામ ભાઈઓ અને બહેનોને આ ગરિમાપૂર્ણ સન્માન સમારોહમાં અંતરના ઉમળકાથી સહભાગી બનવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતોસ્થળ: ત્રિમંદિર, નવલખી રોડ, મોરબીતારીખ: 28-05-2026, ગુરુવારસમય: સાંજે 5:45 કલાકેસમારોહ પૂર્ણ થયા બાદ સાંજના ભોજનનું આયોજન સ્થળ પર જ રાખવામાં આવ્યું છે.#Morbi #RajputSamaj #SammanSamaroh #MorbiNews #MorbiUpdate